નમસ્તે મિત્રો,

અત્યારે ગુજરાત-મુંબઈમાં ભાષા ને સાહિત્યને લગતી ઘણી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. કેટલાક મિત્રો એમના સ્તરે, એમની રીતે ભાષા માટે વિવિધ કાર્યો કરી રહ્યા છે, તો સંસ્થાઓ દ્વારા સાહિત્યને પ્રોત્સાહક પ્રવૃત્તિઓ પણ સારી ચાલી રહી છે. પ્રકાશનોય ઘણાં છે. જોકે આપણે બધાં જ જાણીએ છીએ એમ, એમાં ઘણી મર્યાદાઓ પણ છે. ક્યાંકને ક્યાંક, કશુંક ને કશુંક ખૂટતું અનુભવાતું આવ્યું છે. ભાષક, લેખક, વાચક અને ભાવક તરીકે વધતે-ઘટતે અંશે આપણા સૌમાં અસંતોષ પણ ખરો... ત્યારે અમે એક પહેલ દ્વારા એ અસંતોષને અમારી રીતે પૂરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

મૈત્રી સામયિકઃ આર્ષ...

એ પહેલ એટલે આર્ષ સામયિક. મિત્રોના મોહમાંથી જન્મ્યું હોવાથી એ મૈત્રી સામાયિક છે. એનો પરિચય એટલે કે એ સાહિત્યના મિત્રોનું સામાયિક છે, મિત્રો માટેનું સામાયિક છે અને મિત્રો દ્વારા જ સંચાલિત થનારું છે. ફક્ત ત્રીસેક પાનાં અને 12 અંક પૂરતા મર્યાદિત આ સામયિકમાં દરેક અંકમાં આપણા સાહિત્યિક પૂર્વસૂર્યોની કેટલીક નોખી કૃતિઓને રજૂ કરવામાં આવશે, એરણ પર ચડેલી મૌલિક કૃતિઓનું અભિવાદન હશે ઉપરાંત અન્ય રસપ્રદ સામગ્રી પણ ખરી. સામયિકના નામ તરીકે આર્ષ શબ્દ સાહિત્યની શુદ્ધતાના સંકેત માટે પસંદ કર્યો છે, એમાં પાંડિત્યપૂર્ણ પવિત્રતા કે કટ્ટર ધાર્મિકતા અભિપ્રેત નથી.(પણ સારા સાહિત્ય માટેની કટ્ટરતા ખરી).

આ સામયિક શા માટે?

આ વિચારનું મૂળ એ છે કે સાહિત્યના એક માપદંડ માટે સંઘર્ષ કરવો અત્યારની સૌથી મોટી જરૂરત લાગે છે. સાહિત્યમાં આજે વ્યાપ્ત ગમેતેમશાહી, મિત્રશાહી, આપખુદશાહી, જોડકણાશાહી ને લખાયએલેખનના વલણ સામે, તેમ જ એ વલણને પોષક તત્વો સામે એક બને એટલો ઉન્નત આદર્શ પ્રસ્તુત કરવાનો અમારો આ યથાશક્તિ પ્રયાસ છે. સાહિત્યની અતિસાહિત્યિકતા એને સામાન્ય જીવનથી દૂર લઈ જઈ રહી છે એ બાબતની ગુપ્ત ચિંતા પણ આ ચળવળમાં ઊંડેઊંડે છે જ.

મુંબઈ શહેરમાં ગુજરાતી માધ્યમની શાળાઓ માટે ‘મુંબઈ ગુજરાતી સંગઠન’ દ્વારા થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી પણ મિત્રો સુધી પહોંચાડી, એ દ્વારા બીજો હેતુ સાહિત્યિક આનંદને સાહિત્યિક નિસબત સાથે જોડવાનો છે.

શબ્દના સ્થૂળ માધ્યમથી પાર પડી રહેલો આ પ્રયાસ આપના જીવન કે મનના કોઈ સૂક્ષ્મ ખૂણાને સ્પર્શવામાં સફળ થશે તો અમારી મહેનત લેખે લાગેલી જાણીશું.


અંક ૯: જાન્યુઆરીર ૨૦૧૮ પોષ ૨૦૭૪

જૂના અંકો


અંક ૧ : મે ૨૦૧૭ / વૈશાખ ૨૦૭૩ [મોબાઈલ અંક]

અંક ૧ : મે ૨૦૧૭ / વૈશાખ ૨૦૭૩ [ડેસ્કટોપ અંક]

અંક ૨ : જૂન ૨૦૧૭ / જેઠ ૨૦૭૩ [મોબાઈલ અંક]

અંક ૨ : જૂન ૨૦૧૭ / જેઠ ૨૦૭૩ [ડેસ્કટોપ અંક]

અંક ૩ : જુલાઈ ૨૦૧૭ / અષાઢ ૨૦૭૩ [મોબાઈલ અંક]

અંક ૩ : જુલાઈ ૨૦૧૭ / અષાઢ ૨૦૭૩ [ડેસ્કટોપ અંક]

અંક ૪ : ઓગસ્ટ ૨૦૧૭ / શ્રાવણ ૨૦૭૩ [મોબાઈલ અંક]

અંક ૪ : ઓગસ્ટ ૨૦૧૭ / શ્રાવણ ૨૦૭૩ [ડેસ્કટોપ અંક]

અંક ૫ : સપ્ટેમ્બર ૨૦૧૭ / ભાદરવો ૨૦૭૩ [મોબાઈલ અંક]

અંક ૫ : નવેમ્બર ૨૦૧૭ / ભાદરવો ૨૦૭૪ [ડેસ્કટોપ અંક]

અંક ૬ : નવેમ્બર ૨૦૧૭ / કારતક ૨૦૭૪ [મોબાઈલ અંક]

અંક ૫ : નવેમ્બર ૨૦૧૭ / કારતક ૨૦૭૪ [ડેસ્કટોપ અંક]

અંક ૭ : ડિસેમ્બર ૨૦૧૭ / માગશર ૨૦૭૪ [મોબાઈલ અંક]

અંક ૭ : ડીસેમ્બર ૨૦૧૭ / માગશર ૨૦૭૪ [ડેસ્કટોપ અંક]

અંક ૮ : ડિસેમ્બર ૨૦૧૭ / માગશર ૨૦૭૪ [મોબાઈલ અંક]

અંક ૮ : ડીસેમ્બર ૨૦૧૭ / માગશર ૨૦૭૪ [ડેસ્કટોપ અંક]


આગામી અંકો કઈ રીતે મેળવશો?

મે ૨૦૧૭ / વૈશાખ ૨૦૭૩થી, ૧૨ મહિના સુધી, માત્ર પૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર સાથે જ ‘આર્ષ’નો ઉદય તમારા ઈ-મેઈલ ઈનબોક્સમાં કે વ્હોટ્સએપ મેસેજમાં થવાનો. જોકે આખો મહિનો દિપ્તીમાન રાખવા એ એક શબ્દોદય પૂરતો હોય એવો અમારો પ્રયાસ રહેશે. હવે પછીના અંકો પ્રાપ્ત કરવા નીચે મુજબની વિગતો જણાવો.